દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: હિન્દી / અંગ્રેજી
- ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
- કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
- અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
- સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
- જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.
જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://vatika.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.
પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે
બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.
જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>
દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.
ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.