દિવસ ત્રણના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

સબ્બો આદીપિતો લોકો,
સબ્બો લોકો પધૂપિતો;
સબ્બો પજ્જલિતો લોકો,
સબ્બો લોકો પકમ્પિતો.

અકમ્પિતં અપજ્જલિતં ,
અપુથુજ્જન સેવિતં,
અગતિ યથા મારસ્સ,
તથા મે નિરતો મનો.

--ઉપચાલા સુત્ત,
સંયુત્ત નિકાય, V. 7.

આખું વિશ્વ જ્વાળાઓમાં છે,
આખું વિશ્વ ધુમાડામાં ઊડી રહ્યું છે;
આખું વિશ્વ પ્રજ્જ્વલિત છે,
આખું વિશ્વ પ્રકંપન છે

પણ જે કંપાય કે બળે નહીં,
જેનો સંત પુરુષો દ્વારા અનુભવ થાય છે,
જ્યાં મૃત્યુનો પ્રવેશ નથી-
એમાં મારું મન પ્રસન્ન છે.