વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
દિવસ નવ ના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ
પ્રકારેન જાનાતિ’તિ પઞ્ઞા.
--અટ્ઠસાલિની.
જુદા જુદા આયામોથી જાણવું એ પ્રજ્ઞા (બુદ્ધિમતા, જ્ઞાન) છે.
દાનં દદન્તુ સદ્ધાય,
સીલં રક્ખન્તુ સબ્બદા,
ભાવનાભિરતા હોન્તુ,
ગચ્છન્તુ દેવતાગતા.
--દુક્ખપ્પત્તાદિગાથા.
શ્રદ્ધાથી દાન આપો,
હમેશા શીલની રક્ષા કરો,
ધ્યાન કરવામાં સુખ જુઓ,
અને દેવગતિ પ્રાપ્ત કરો.