દિવસ આઠ ના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

અનિચ્ચા વત સઙ્ખારા,
ઉપ્પાદવયધમ્મિનો.
ઉપજ્જિત્વા નિરુજ્ઝંતિ,
તેસં વૂપસમો સુખો.

--મહાપરિનિબ્બાન સુત્ત,
દીઘ નિકાય, 16.

ખરેખર! જે કાંઇ સંસ્કૃત થયું છે, તે અનિત્ય છે,
સ્વભાવથી જ તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.
જે ઉત્પન્ન થયું અને તેનો નિરોધ કરી લીધો,
તો જેટલું ઉપશમન થયું તેટલું તેટલું સુખ આવે છે.


ફૂટ્ઠસ્સ લોકધમ્મેહિ,
ચિત્તં યસ્સ ન કમ્પતિ,
અસોકં, વિરજં, ખેમં,
એતં મંગલમુત્તમં

--મંગલસુત્ત,
સુત્ત નિપાત, II. 4.

લોક-ધર્મ (લાભ-હાનિ, યશ-અપયશ, નિંદા-પ્રશંસા, અને સુખ-દુખ) ના સંપર્કમાં આવવાથી,
મન (ચિત્ત) કંપિત નથી થતું,
મન નિઃશોક, નિર્મળ, યોગ-ક્ષેમથી ભરેલું રહે છે;
આ ઉત્તમ મંગળ છે.


કત્વાન કટ્ઠમુદરં ઇવ ગબ્ભિનીયા

ચિંચાય દુટ્ઠવચનં જનકાય-મજ્ઝે,

સંતેન સોમવિધિના જિતવા મુનિન્દો.

તં તેજસા ભવતુ તે જયમઙ્ગલાનિ!

--બુદ્ધ-જયમઙ્ગલ ગાથા.

પેટ પર લાકડાનો ટુકડો બાંધી,
ગર્ભવતી હોવાનો ઢોંગ કરી,
લોકો વચ્ચે દુષ્ટ વચન કહેનાર ચિંચા જેવી સ્ત્રી પર,
જે મુનીન્દ્ર (બુદ્ધ ભગવાને) તેમની શાંતિ અને સૌમ્ય થી વિજય પ્રાપ્ત કરી
તેમના પ્રતાપથી તમારી વિજય થાય, તમારું મંગળ થાઓ!


અત્તા હિ અત્તનો નાથો,
અત્તા હિ અત્તનો ગતિ.
તસ્મા સંયમમત્તાનં
અસ્સં ભદ્રંવ વાણિજો.

--ધમ્મપદ, XXV. 21 (380).
સુત્ત નિપાત, II. 4.

તમે પોતેજ તમારા માલિક છો,
તમે પોતેજ તમારી ગતિ નક્કી કરો છો,
એટલા માટે પોતાના ઉપર સંયમ રાખો,
જેમ કોઈ કુશળ વ્યાપારી શ્રેષ્ઠ ઘોડાઓને પાલતુ બનાવી વશમાં કરી લે છે.