મિનિ આનાપાન ધ્યાન - શ્રી એસ.એન. ગોએંકા દ્વારા પરિચય સત્ર

માર્ગદર્શન

  1. મિનિ આનાપાન સત્ર, ધ્યાન માટે અનુકૂળ શાંત હૉલમાં અથવા રૂમમાં, આયોજિત કરવું જોઈએ.
  2. સહભાગીઓએ આખા સત્ર દરમ્યાન સંપૂર્ણ શાંતિ જાળવી, કમર સીધી રાખીને બેસી, ધ્યાનથી સાંભળીને અભ્યાસ કરવો જોઈએ.
  3. ના તો સત્ર આયોજન કરનારાઓએ, ના તો અન્ય કોઈ વ્યક્તિએ બોલીને કે રેકોર્ડિંગ દ્વારા અન્ય કોઈ સૂચના આપવી જોઈએ; ફક્ત શ્રી ગોએંકાની મિનિ આનાપાન રેકોર્ડિંગની જ સૂચના અપાવવી જોઈએ.
  4. કોઈ પણ સંજોગોમાં મિનિ આનાપાન સત્રમાં ભાગ લેવાની ફી ના હોવી જોઈએ.
  5. નોંધ: સહભાગીઓ જેઓ મિનિ આનાપાન સત્રમાં ભાગ લે છે તેઓ વિપશ્યનાના “જૂના સાધક” નહીં ગણાય. કોઈ કાર્યક્રમ જે “ફક્ત જૂના સાધકો માટે” નિયુક્ત છે તેમાં તેઓ ભાગ નહીં લઈ શકે.

    સામગ્રી