ગ્લોસરી

સામાન્ય

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે. ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


શિબરનો પ્રકાર

જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.

10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

10-દિવસીય એક્ઝિક્યુટિવ શિબિરોખાસ કરીને બિઝનેસ એક્ઝિક્યુટિવ અને સરકારી અધિકારીઓ માટે વિપશ્યના ધ્યાન માટેની પ્રારંભિક શિબિર છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે કૃપા કરીને એક્ઝિક્યુટિવ શિબિર વેબસાઇટ ની મુલાકાત લો. શિબિરો 2-4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

જૂના સાધકો માટે ની 10-દિવસીય શિબિરોની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. આ શિબિરો ગંભીર જૂના સાધકો માટે છે જેમણે ત્રણ 10-દિવસીય શિબિરો અને એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઈ સાધના વિધિ નો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછા માં ઓછું એક વર્ષ થી આ વિપશ્યના નો અભ્યાસ કરી રહ્યા છે, એમના જીવન માં પંચ-શીલના પાલન માટે પ્રયત્નશીલ છે, અને નિયમિત સાધના માટે પ્રયત્નશીલ છે.

10-દિવસીય વિશેષ શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધમ્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

14 દિવસીય કૃતજ્ઞતા શિબિર પહેલાં આચાર્ય સ્વયં શિબિર કહેવાતી હતી. જેમ જેમ આપણે સાધના કરીએ છીએ, એક ગુણ જેનો આપણે વિકાસ કરીએ છીએ તે કૃતજ્ઞતા છે – પોતાના આચાર્યો, ગોએંકાજી અને માતાજી પ્રત્યે કૃતજ્ઞતા, અને વિપશ્યનાના આચાર્યોની લાંબી પરંપરા પ્રત્યે, છેક બુદ્ધ સુધી.

આ શિબિર જૂના સાધકો જે સેવા આપવામાં સક્રિય છે તેમના માટે ખુલ્લી છે. જરૂરી યોગ્યતાઓમાં ત્રણ 10 દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન શિબિર, ધર્મ સેવામાં સક્રિય હોવું, છેલ્લી 10 દિવસીય શિબિર પછી દરરોજની બે કલાકની પ્રેક્ટિસ જાળવવા પ્રયત્નશીલ હોવું, અને પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરતા હોવું. સ્થાનીય આચાર્યની ભલામણ જરૂરી છે. શિબિરની રચનામાં, બીજી શિબિરોની જેમ, ત્રણ સામૂહિક સાધના સાથે દિવસમાં સૂચનાઓ હોય છે, પણ સાધકો વધારે સ્વતંત્રતાથી કામ કરે છે અને શિક્ષા સામગ્રી 20 દિવસીય શિબિરમાં થી લેવામાં આવે છે. આ શિબિર સાધકોને દીર્ઘ શિબિર માટેની પરિપક્વતામાં મદદ કરવા અધ-વચ્ચેનું પગલું છે, અને સાધકોને ધર્મમાં વધુ ઊંડાણથી કામ કરવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે.

20-દિવસીય શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધર્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

30-દિવસીય શિબિરો ફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી છ 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 20-દિવસીય શિબિરપછી કરેલી હોય), એક 20-દિવસીય શિબિર, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

45-દિવસીય શિબિરો ફક્ત સહાયક આચાર્યો માટે અથવા એવા સાધકો માટે જે ધર્મ સેવા માં જોડાયેલા છે જેમણે ઓછા માં ઓછી સાત 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 30-દિવસીય શિબિરપછી કરેલી હોય), બે 30-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું ત્રણ વર્ષ થી નિયમિત સાધના કરતા હોય.

60- દિવસીય શિબિરો આમના માટે મર્યાદિત છે: 1. સક્રિય સહાયક આચાર્યો જેઓ ઓછામાં ઓછી બે 45 દિવસીય શિબિર બેઠા છે અને વર્ષમાં ઓછામાં ઓછું ચાર 10 દિવસીય શિબિરોનું સંચાલન કરે છે.  2. જેઓ એ.ટી. પ્રશિક્ષણમાં દાખલ થવાના છે અથવા જેમનું નામ નોંધાયું છે, બે 45 દિવસીય શિબિર બેઠા છે, છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછી ચાર શિબિરોમાં સેવા આપી છે અને /અથવા દૈનિક ધર્મ સેવામાં ઊંડાણથી જોડાયેલા છે. 3. અમુક ક્ષેત્રોમાં, અસામાન્ય અપવાદ રૂપે, સહાયક આચાર્ય ના હોય તેવાઓ ને સ્વીકૃતિ આપી શકાય જો તેઓએ બે 45 દિવસીય શિબિર પૂર્ણ કરી હોય, વાર્ષિક ચાર 10 દિવસીય શિબિરોમાં સેવા આપી હોય અને/અથવા દૈનિક ધર્મ સેવામાં ઊંડાણથી જોડાયેલા છે.

બાળકોની શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

જૂના સાધકો માટેના કાર્યક્રમો એવા જ હોય છે જેમ કે સેવા સમય જ્યાં કેન્દ્રની મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ અને બાગકામ જેવી યોજનાઓ પર કામ કરવાનો સમય છે, પણ વધુ સંપૂર્ણ અને સુનિયોજિત પ્રોગ્રામ છે, સહાયક આચાર્યો અને સંભવતઃ સમિતિ તથા ટ્રસ્ટ મીટિંગ્સને મળવાની તક છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે અને સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.

જાહેર દિવસો બે શિબિરોની વચગાળાના સમયમાં રાખવામાં આવે છે. વિપશ્યના સાધના અને કેન્દ્ર વિષે જાણવા સૌનું સ્વાગત છે.

સતિપટ્ઠાન સૂત્ર શિબિરો ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે સાંજના પ્રવચનોમાં સતિપટ્ઠાન સૂત્ર ને ધ્યાનપૂર્વક સમજાવેલ છે. આ એ મુખ્ય ઉપદેશ છે જેમાં વિપશ્યના સાધના વિધિને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે. આ શિબિરો એવા જૂના સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિર કરી છે (સેવાની શિબિરો ને ગણ્યા વિના), છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઇ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછામાં ઓછું છેલ્લા એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ જ્યારથી આ શિબિરની અરજી કરી છે ઓછામાં ઓછું ત્યારથી તેમના દૈનિક જીવનમાં વિપશ્યના અને પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જૂના સાધક ના સ્વયં શિબિર ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે કોઈ આચાર્ય હાજર નથી હોતા. આ શિબિરો જૂના ગંભીર સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિરો પૂર્ણ કરી છે, એમના છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઈ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરતા, ઓછામાં ઓછું એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ તેમના દૈનિક જીવનમાં પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કાર્ય સમયગાળા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેમ કે કેન્દ્ર મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ, બાગકામ પર કામ કરવા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે. કોઈ - કોઈ સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના કિશોર - કિશોરીઓ માટે વિભિન્ન ઉમ્મરના જૂથો માટે ઉપલબ્ધ છે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.