શિબિરની ઔપચારિકતાઓ

પ્રારંભિક હિન્દી વંદનાઓ

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી,
બુદ્ધ કી નિર્વાણ-ધાતુ,
ધર્મ-ધાતુ, બોધિ-ધાતુ!

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી
બુદ્ધની નિર્વાણ ધાતુ,
ધર્મ ધાતુ, બોધિ ધાતુ!

શીશ પર જાગે પ્રતિક્ષણ,
હૃદય મેં જાગે પ્રતિક્ષણ,
અંગ-અંગ જાગે પ્રતિક્ષણ!

માથા પર જાગે પ્રતિક્ષણ,
હૃદયમાં જાગે પ્રતિક્ષણ,
શરીરના અંગ-અંગમાં જાગે પ્રતિક્ષણ!

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી,
ધર્મ કી નિર્વાણ-ધાતુ,
જ્ઞાન-ધાતુ, બોધિ-ધાતુ!

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી
ધર્મની નિર્વાણ-ધાતુ,
જ્ઞાન-ધાતુ, બોધિ-ધાતુ!

શીશ પર જાગે પ્રતિક્ષણ,
હૃદય મેં જાગે પ્રતિક્ષણ,
અંગ-અંગ જાગે પ્રતિક્ષણ!

શીશ પર જાગે પ્રતિક્ષણ,
હૃદય મેં જાગે પ્રતિક્ષણ,
અંગ-અંગ જાગે પ્રતિક્ષણ!

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી,
સંઘ કી નિર્વાણ-ધાતુ,
ધર્મ-ધાતુ, બોધિ-ધાતુ!

અનંત પુણ્યમયી, અનંત ગુણમયી
સંઘની નિર્વાણ-ધાતુ,
ધર્મ-ધાતુ, બોધિ-ધાતુ!

શીશ પર જાગે પ્રતિક્ષણ,
હૃદય મેં જાગે પ્રતિક્ષણ,
અંગ-અંગ જાગે પ્રતિક્ષણ!

શીશ પર જાગે પ્રતિક્ષણ,
હૃદય મેં જાગે પ્રતિક્ષણ,
અંગ-અંગ જાગે પ્રતિક્ષણ!


સમાપન પાલી વંદનાઓ

અનિચ્ચાવત સંખારા
ઉપ્પાદ-વય ધમ્મીનો.
ઉપ્પજ્જિત્વા નિરુજ્ઝંતી,
તેસમ વૂપસમો સુખો.

ખરેખર બધાજ સંસ્કારો અનિત્ય છે,
ઉત્પન્ન થવું, નાશ પામવું એમનો ધર્મ છે.
ઉદીર્ણા થાય છે, નિરોધ થાય છે,
તેમનો નિરોધ સાચું સુખ લાવે છે.

અનેકજાતિ સંસારં
સંધાવીસ્સં અનિબ્બિસ્સં,
ગહકારં ગવેસંતો
દુક્ખા-જાતિ-પુનપ્પુનં.

અનેક જન્મો દ્વારા ભવ સંસરણમાં
જરાય રોકાયા વિના, હું નિરર્થક દોડતો રહ્યો,
આ ઘર બનાવનારની શોધમાં;
અને વારંવાર હું નવા નવા જન્મના દુખમાં પડતો રહ્યો.

ગહકારક! દિટ્ઠોસી,
પુન ગેહં ન કાહસી.
સબ્બા તે ફાસુકા ભગ્ગા,
ગહકુટં વિસંખિતં.
વિસંખારગતં ચિત્તં,
તણ્હાનં ખયમજ્ઝગા.

ઓહ, ઘર બનાવનાર! હવે તને જોઈ લીધો.
મારા માટે હવે ફરી તું ઘર નહીં બનાવી શકે.
ઘર બનાવવાની બધી સામગ્રી તોડી નાંખી,
બીમ/થાંભલો વિખેરાઈ ગયો છે.
મન સંસ્કારોથી વિહીન થઈ ગયું છે;
તૃષ્ણાને અંત સુધી કાઢી નાંખી છે.

સબ્બે સંખારા અનિચ્ચાતિ.
યદા પંયાય પસ્સતિ,
અથ નિબ્બિંદતી દુક્ખે.
એસ મગ્ગો વિસુદ્ધિયા.

"બધાજ સંસ્કારો અનિત્ય છે."
જો પ્રજ્ઞાપૂર્વક અનુભવ કરે છે,
આવી રીતે દુખથી નિર્વેદ જાગે છે;
વિસુદ્ધિનો આવો માર્ગ છે.


દિવસ 9 સમાપન પાલી વંદના

યતો યતો સમ્માસતિ
ખંધાનં ઉદયબ્બયં,
લભતી પીતિ-પામોજ્જં.
અમતં તં વિજાનતં.

જ્યાં જ્યાં મન જાય છે
આ શરીર સ્કંધમાં, ઉદય-વ્યયની જ જાણકારી થાય છે.
પ્રીતિ પ્રમોદનું સુખ અનુભવ થાય છે;
તો પછી અમર-અમૃતનો અનુભવ થાય છે.

સબ્બેસુ ચક્કવાળેસુ
યક્ખા દેવા ચ બ્રહ્મુનો,
યં અમ્હેહિ કતં પુણ્યં,
સબ્બ સંપત્તિસાધકં.
સબબે તં અનુમોદિત્વા,
સમગ્ગા સાસને રતા,
પમાદરહિતા હોન્તુ
આરક્ખાસુ વિસેસતો.

બધાજ બ્રહ્માંડોના
યક્ષ, દેવો અને બ્રહ્માઓ
અમારા દ્વારા કરેલા પુણ્યનું,
જે સર્વ સંપત્તિ સાધવાવાળું છે,
તેનું સૌ અનુમોદન કરે.
સંપીને શિક્ષા પ્રત્યે સમર્પિત ભાવ રાખે,
આળસ-પ્રમાદ કર્યા વિના,
વિશેષરૂપથી આરક્ષણ કરવામાં.

પુણ્ય ભાગમિદં ચણ્યં,
સમં દદામ કારિતં.
અનુમોદન્તુ તં સબ્બે,
મેદિની ઠાતુ સક્ખિકે.

આ પુણ્ય અને અમારા દ્વારા કરેલા અન્ય પુણ્યોને
સમાનરૂપથી વહેંચીએ છીએ,
તમે બધા અનુમોદન કરો,
પૃથ્વી સાક્ષી રહે!