દિવસ ચારના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

મનોપુબ્બઙ્ગમા ધમ્મા,
મનોસેટ્ઠા, મનોમયા.
મનસા ચે પદુટ્ઠેન
ભાસતિ વા કરોતિ વા,
તતો નં દુક્ખમન્વેતિ
ચક્કં’વ વહતો પદં.


મનોપુબ્બઙ્ગમા ધમ્મા,
મનોસેટ્ઠા, મનોમયા.
મનસા ચે પસન્નેન
ભાસતિ વા કરોતિ વા,
તતો નં સુખમન્વેતિ
છાયા’વ અનપાયિની.

--ધમ્મપદ, I. 1 & 2.

કંઇ પણ જાગતા પહેલાં મન જાગે છે,
મન જ શ્રેષ્ઠ છે, બધું મનોમય છે.
જો કોઈ વ્યક્તિ અશુદ્ધ મનથી
વાણી અથવા શરીરનું કોઈપણ કર્મ કરે છે,
તો પછી દુખ તેની પાછળ લાગી જાય છે
જેમ બળદની પાછળ બળદગાડીનું પૈડું.

કંઇ પણ જાગતા પહેલાં મન જાગે છે,
મન જ શ્રેષ્ઠ છે, બધું મનોમય છે.
જો કોઈ વ્યક્તિ શુદ્ધ મનથી
વાણી અથવા શરીરનું કોઈપણ કર્મ કરે છે,
તો પછી સુખ તેની સાથે થઈ જાય છે
જેમ માણસનો પડછાયો.


ઇધ તપ્પતિ, પેચ્ચ તપ્પતિ,
પાપકારી ઉભયત્થ તપ્પતિ.
પાપં મે કત’ન્તિ તપ્પતિ,

ભિય્યો તપ્પતિ દુગ્ગતિં ગતો.

ઇધ નન્દતિ, પેચ્ચ નન્દતિ,
કતપુઞ્ઞો ઉભયત્થ નન્દતિ.
પુઞ્ઞં મે કત’ન્તિ નન્દતિ,

ભિય્યો નન્દતિ સુગ્ગતિં ગતો.

--ધમ્મપદ, I. 17 &18.

હવે દુખ, હવે પછી દુખ,
અકુશળ કર્મ કરનારને બંને જગતમાં દુખ ભોગવવું પડે છે.
હવે તે વિચારથી દુખી છે કે તેણે અકુશળ કર્મ કર્યું છે,
તે વધુ દુખ સહન કરે છે, અફસોસની સ્થિતિમાં જઈને.

હવે સુખ, હવે પછી સુખ,
કુશળ કર્મ કરનારને બંને જગતમાં સુખ મળે છે.
હવે તે વિચારથી સુખી છે કે તેણે કુશળ કર્મ કર્યું છે,
તે વધુ સુખી થાય છે, આનંદની સ્થિતિમાં (કુશળ કર્મના મોદમાં) જઈને.