દિવસ બેના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

તુમ્હેહિ કિચ્ચં આતપ્પં,
અક્ખાતારો તથાગતા.
પટિપન્ના પમોક્ખન્તિ
ઝાયિનો મારબંધના.

તમારે તમારું પોતાનું કામ કરવું પડશે;
બધા તથાગત (બુદ્ધ) કેવળ રસ્તો જ બતાવશે.
જેઓ ધ્યાનની પ્રેક્ટિસ કરે છે
પોતાને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી લેશે.


સબ્બપાપસ્સ અકરણં,
કુસલસ્સ ઉપસમ્પદા,
સચિત્તપરિયોદપનં --
એતં બુદ્ધાન સાસનં.

--ધમ્મપદ, XIV. 5(183).

"બધા અકુશળ કર્મોથી દૂર રહો,
કુશળ કર્મો સંચિત કરો,
તમારા પોતાના મનને પરિશુદ્ધ કરો,"-
બધા બુદ્ધોની આ જ શિક્ષા છે.