દિવસ પાંચના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

જાતિપિ દુક્ખા; જરાપિ દુક્ખા;
બ્યાધિપિ દુક્ખો; મરણમ્પિ દુક્ખં;
અપ્પિયેહિ સમ્પયોગો દુક્ખો;
પિયેહિ વિપ્પયોગો દુક્ખો;
યમ્પિચ્છં ન લભતિ તમ્પિ દુક્ખં;
સંખિત્તેન પઞ્ચુપાદાનક્ખન્ધા દુક્ખા.

--ધમ્મચક્કપવત્તનસુત્ત,
સંયુત્ત નિકાય, LVI (XII). ii. 1.

જન્મ દુખ છે; વૃદ્ધાવસ્થા દુખ છે;
રોગ દુખ છે; મૃત્યુ દુખ છે;
અપ્રિય સાથે સંયોગ દુખ છે;
પ્રિયથી વિયોગ દુખ છે;
જે ઇચ્છા કરે છે તે મળતું નથી તો દુખ છે;
સંક્ષેપમાં, પાંચ ઉપાદાન સ્કંધ (નામ-રૂપ, મન-શરીર) દુખ છે.


પટિચ્ચસમુપ્પાદ

અનુલોમ:

અવિજ્જાપચ્ચયા સઙ્ખારા;
સઙ્ખારપચ્ચયા વિઞ્ઞાણં;
વિઞ્ઞાણ પચ્ચયા નામરૂપં;
નામરૂપ પચ્ચયા સળાયતનં;
સળાયતન પચ્ચયા ફસ્સો;
ફસ્સ પચ્ચયા વેદના;
વેદના પચ્ચયા તણ્હા;
તણ્હા પચ્ચયા ઉપાદાનં;

ઉપાદાન પચ્ચયા ભવો;

ભવ પચ્ચયા જાતિ;
જાતિ પચ્ચયા જરા મરણં -
સોક-પરિદેવ-દુક્ખ-દોમનસ્સુપાયાસા સમ્ભવન્તિ.
એવ મે તસ્સ કેવલસ્સ દુક્ખક્ખન્ધસ્સ સમુદયો હોતિ.

પટિલોમ:

અવિજ્જાયત્વેવ અસેસ વિરાગ નિરોધા,
સઙ્ખાર નિરોધો;
સઙ્ખાર નિરોધા વિઞ્ઞાણ નિરોધો;
વિઞ્ઞાણ નિરોધા નામરૂપ નિરોધો;

નામ રૂપનિરોધા સળાયતન નિરોધો;
સળાયતન નિરોધા ફસ્સ નિરોધો;
ફસ્સ નિરોધા વેદના નિરોધો;
વેદના નિરોધા તણ્હા નિરોધો;

તણ્હા નિરોધા ઉપાદાન નિરોધો;

ઉપાદાન નિરોધા ભવ નિરોધો;

ભવ નિરોધા જાતિ નિરોધો;

જાતિ નિરોધા જરા મરણં -
સોક-પરિદેવ-દુક્ખ-દોમનસ્સુપાયાસા નિરુજ્ઝન્તિ.
એવ મે તસ્સ કેવલસ્સ દુક્ખક્ખન્ધસ્સ નિરોધો હોતિ.

-- પટિચ્ચસમુપ્પાદ સુત્ત,
સંયુત્ત નિકાય, XII (I). 1.

કાર્ય-કારણની શૃંખલા

અનુલોમ:

અવિદ્યાના કારણથી સંસ્કાર બને છે;
સંસ્કારના કારણથી ચેતના (વિજ્ઞાન) બને છે;
ચેતનાના કારણથી મન અને શરીર બને છે;
મન અને શરીરના કારણથી છ ઇન્દ્રિયો બને છે;
છ ઇન્દ્રિયોના કારણથી સ્પર્શ થાય છે;
સ્પર્શના કારણથી વેદના થાય છે;
વેદનાના કારણથી તૃષ્ણા જાગે છે;
તૃષ્ણાના કારણથી ભવ (બનતા રહેવાની પ્રક્રિયા) થાય છે;
ભવના કારણથી ઉપાદાન (આસક્તિ) થાય છે;
ઉપાદાનના કારણથી જન્મ થાય છે;
જન્મના કારણથી વૃદ્ધાવસ્થા, મૃત્યુ,
દુખ-વિલાપ, શારીરિક અને માનસિક વેદનાઓ અને તકલીફો ઊભી થાય છે.

આ રીતે દુખોનો પહાડ ઊભો થઈ જાય છે.



પ્રતિલોમ:


અવિદ્યાની સંપૂર્ણ નાબૂદી અને સમાપ્તિ સાથે સંસ્કારનું ઉન્મૂલન થાય છે;
સંસ્કારની સમાપ્તિ સાથે, ચેતનાનું ઉન્મૂલન થાય છે;
ચેતનાની સમાપ્તિ સાથે, મન અને શરીરનું ઉન્મૂલન થાય છે;
મન અને શરીરની સમાપ્તિ સાથે, છ ઇન્દ્રિયોનું ઉન્મૂલન થાય છે;
છ ઇન્દ્રિયોની સમાપ્તિ સાથે, સ્પર્શનું ઉન્મૂલન થાય છે;
સ્પર્શની સમાપ્તિ સાથે, વેદનાનું ઉન્મૂલન થાય છે;
વેદનાની સમાપ્તિ સાથે, તૃષ્ણાનું ઉન્મૂલન થાય છે;
તૃષ્ણાની સમાપ્તિ સાથે, ઉપાદાન (આસક્તિ)નું ઉન્મૂલન થાય છે;
ઉપાદાનની સમાપ્તિ સાથે, ભવ (બનવાની પ્રક્રિયા)નું ઉન્મૂલન થાય છે;
ભવની સમાપ્તિ સાથે, જન્મનું ઉન્મૂલન થાય છે;
જન્મ ની સમાપ્તિ સાથે, વૃદ્ધાવસ્થા, મૃત્યુ,
દુખ-વિલાપ, શારીરિક અને માનસિક વેદના અને તકલીફોનું ઉન્મૂલન થાય છે.
આમ દુખના આખા પહાડનું ઉન્મૂલન થાય છે.


અનેકજાતિ સંસારં
સંધાવિસ્સં અનિબ્બિસં,
ગહકારં ગવેસંતો
દુક્ખા-જાતિ-પુનપ્પુનં.
ગહકારક! દિટ્ઠોસી,
પુન ગેહં ન કાહસિ.
સબ્બા તે ફાસુકા ભગ્ગા,
ગહકુટં વિસઙ્ખિતં.
વિસઙ્ખારગતં ચિત્તં,
તણ્હાનં ખયમજ્ઝગા.

-ધમ્મપદ, XI. 8 & 9 (153 & 154).

સંસારમાં અનેક જન્મોમાં, રોકાયા વિના દોડ લગાવતો રહ્યો,
કાયારૂપી ઘર બનાવનારની શોધમાં, ફરી-ફરી દુઃખમય જીવનમાં પડતો રહ્યો;
ઘર બનાવનારને જોઈ લીધો, હવે ફરી ઘર નહીં બનાવી શકે.
બધા જ મોભ ભાંગી નાંખ્યા છે, ઘરનો કેન્દ્રિય સ્તંભ વિખેરી નાંખ્યો.
મનને સંસ્કારોવિહીન કરી નાંખ્યું, તૃષ્ણાનો સમૂળ નાશ કરી નાંખ્યો.


ખીણં પુરાણં નવં નત્થિ સમ્ભવં,
વિરત્ત ચિત્ત આયતિકે ભવસ્મિં.
તે ખીણબીજા અવિરૂળ્હિ છન્દા.
નિબ્બન્તિ ધીરા યથા’યં પદીપો.

રતન સુત્ત,
સુત્ત નિપાત, II. 1.

જૂના બધા સંસ્કારોનો નાશ કરી દીધો,
નવા સંસ્કાર બનાવવાના સ્વભાવનો નાશ કરી દીધો;
મન ભવિષ્યમાં જન્મ લેવાથી વિરત થઈ ગયું.
બીજ નાશ પામ્યા, લાલસા જાગતી નથી;
આવા સંત પુરુષો જેમ દીવો બળી જાય છે તેમ જન્મ-મરણના ચક્રમાંથી છૂટી જાય છે.